અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં મેડિકલ સેવાની વાત નીકળે તો પહેલી હરોળમાં આવતા ડોક્ટરમાં જો કોઈ નામ આવે તો તે છે, ડો.કિરીટ પટેલ. છેલ્લાં 44 વર્ષોથી અખબારનગર સર્કલ પાસે આવેલ ડો.કિરીટ પટેલના ઉત્કૃષ્ટ નિદાન અને ઉપચાર પછી એક અનુભવી અને જવાબદાર ડોક્ટર તરીકે તેમણે સમગ્ર વિસ્તારમાં ખુબ લોકચાહના મેળવી છે, પ્રેક્ટિસ દ્વારા અપાર લોકચાહના મેળવનાર ડૉ.કિરીટ પટેલ એક ઉચ્ચ કોટિના સંગીત સાધક પણ છે, જે મેડિકલ જેવા ગંભીર ક્ષેત્રને પણ પોતાના પ્રાચીન જલ તરંગ વાદ્ય સંગીત દ્વારા હળવું બનાવી રહ્યા છે.
તાજેતરમાં નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબેની પ્રસિદ્ધ આરતી જય આધ્યા શક્તિ…ને પ્રાચીન જલતરંગ વાદ્યમાં સુંદર રીતે રજુ કરતો વિડીયો મિર્ચી ન્યૂઝના Facebook પેજ પર મુકાયો હતો, જેને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મેળવી ભારે લોકચાહના મેળવી છે, જયારે આ લખાય છે ત્યાં સુધી 32 લાખ લોકોએ (View) જોયો છે, 2 લાખથી વધુ લોકોએ લાઈક(Like) કર્યો છે, જયારે 4000થી વધુ લોકોએ સુંદર મજાની કોમેન્ટ (Comment) કરતા ભારે પ્રસંશા કરી છે તો 16000 થી વધુ લોકોએ શેર (Share) કરી બીજાને પણ જોવા પણ પ્રેર્યાં હતા.આ અગાઉ ગણેશ ચતુર્થીના દિવસે પણ ગણેશ આરતી પણ ભારે પ્રસિદ્ધિ મેળવી હતી.
તમને જણાવી દઈએ કે મેડિકલ સેવાઓથી નવાવાડજ વિસ્તારને તો ઠીક, પરંતુ અમદાવાદના દૂર દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને સાજા કરનાર ડો. કિરીટભાઈ પટેલ ખૂબ સારા પ્રાચીન વાદ્ય જલતરંગવાદક છે. અને સોશિયલ મીડિયામાં તેમના વાદનનો એક ચોક્કસ ચાહક વર્ગ છે. તેઓ યૂટ્યૂબ Dr.kirit patel ચેનલ ધરાવે છે.જો કોઈને ઘરે આ પ્રાચીન વાદ્ય જલતરંગ (ઘરે બનાવેલું સંગીત વાદ્ય) કેવી રીતે બનાવવું હોય કે શીખવું હોય તો તેઓના નીચે જણાવેલ લિંક દ્વારા YouTube વિડિયોની મુલાકાત લઈ શકે છે…