અમદાવાદ : દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે જ તમામ 1124 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં પોલીસકર્મી છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા તેઓની દિવાળી સુધરી ગઈ છે. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા, તેઓની દિવાળી બગડી છે.આમ જોવા જઈએ તો શહેરના મોટાભાગના તમામ પોલીસ સ્ટેશનમાં પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.