અમદાવાદ : સરકારના રખડતા ઢોર અંગેના નવા કાયદાનો સમગ્ર માલધારી સમાજમાં વિરોધ થઈ રહ્યો છે, એની વચ્ચે માલધારીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રખડતા ઢોર કાયદા મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું કે રખડતા પશુ પર નિયંત્રણ કાયદા પર ફેર વિચારણા કરી આગામી સત્રમાં પરત ખેચાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના રખડતા ઢોર અંગેના નવા કાયદાના વિરોધમાં માલધારીઓએ અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.નવા કાયદાની જોગાવઈ મુજબ પશુપાલકોને 3 મહિનાની અંદર લાઈસન્સ લેવું પડશે..સાથે ઢોર પકડવા જતા કર્મચારી પર હુમલો કરનાર તેમજ ઢોર ભગાડી લઈ જનાર માલધારીને 1 વર્ષની સજા અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની વસુલવામાં આવશે.