ગાંધીનગર : પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન મામલે મોટા સમાચાર આવ્યા છે..પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા આવશ્યક નથી…આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે..અરજદારના સરનામાની ચકાસણીની જરૂર નથી..સાથે જ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઇ કિસ્સામાં વધુ ખરાઈ કરવાની જરુરી જણાય તો પોલીસે અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેવી.
કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.