અમદાવાદ : સુરત પોલીસ દ્વારા ભવિષ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસની ટકોર કરી હતી કે નાગરિકો સાથેનું ગેરવર્તન નહીં ચલાવવા લેવામાં આવશે. સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઇ છે. સુરત પોલીસ દ્વારા ‘ભવિષ્ય’ કેન્દ્ર શરૂ કરાયું છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકીર્દી માટે પ્રેરણા આપનારૂ બની રહેશે.
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ‘ભવિષ્ય’ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. વધુમાં રાજયમંત્રીએ સુરતમાં ‘ભવિષ્ય’ કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઇપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલા ભરજો અને જો કોઇ ઉચ્ચ અધિકારીઓ પગલા નહીં ભરે અને ફરીયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલા ભરાશે.