અમદાવાદ : દેશમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. જ્યારે આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યા 69 હતી. જે એક જ દિવસમાં વધીને 109 થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બર સુધી દેશમાં કુલ 109 JN.1 વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ કેસોમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાનમાંથી 4, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે.
કોરોનાની લગતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં ગઇકાલે મંગળવારે વધુ 8 કોરોના કેસો નોંધાયા છે. આમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે, આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પૉઝિટીવ આવેલા આ 8 પૈકી 3 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમેરિકા અને દુબઇની સામે આવી છે. સતત વધી રહેલા કોરોના કેસોને લઇને ચિંતિત બન્યુ છે. ખાસ વાત છે કે, દેશમાં કોરોનાનું નવુ સબ વેરિએન્ટ જેએન 1 ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના 42 એક્ટિવ કેસો છે જેમાં 1 દર્દીનું મોત પણ થઇ ચૂક્યુ છે. કોરોના વકરતાં શહેરના નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારના તમામ રહીશો ચિંતિત બન્યા છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે.દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે.રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે.