ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેને લઈને ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે, ત્યાં સુધી જાહેરનામું લાગુ રહેશે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે. ચ 0 થી ચ 5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ગાંધીનગરમાં ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન રહેશે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તાર રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાત ના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ રોડ આમ જનતા માટે પ્રતિબંધિત રહેશે.