અમદાવાદ : આજે આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું કે જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારાઈ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ છે.જેનો અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.
ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી કે, દરેક યોજના માટે લાભ લેવા માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ છે. એમફીલ પીએચડી સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદામાં વધારો કરાયો છે. અગાઉ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.50 લાખ હતી. ત્યારે હવે 6 લાખ રૂપિયા સુધી આવક મર્યાદા ધરાવતા તમામ લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળશે.