અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 4 નવા કેસ નોંધાયા છે. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા છે. 18 દિવસ અગાઉ 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વડોદરા કોર્પોરશનમાં 2, સાબરકાંઠામાં અને વડોદરા જિલ્લામાં 1-1 એમ કુલ 4 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસનો નવો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં 171 દિવસ પછી કોરોનાના કેસનો આંકડો શૂન્ય થયો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 126 છે જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગુજરાતમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 99.10 ટકા નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1213074 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ 10942 દર્દીઓના મોત નીપજ્યા છે.