અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. AMC દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા સરાહનીય કાર્યને હવે ગૌરવ ભર્યુ સ્થાન મળ્યુ છે. ફ્લાવર શો પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે અને એટલે જ અહીં મુલાકાતીઓનો ધસારો મોટા પ્રમાણમાં રહેતો હોય છે. આ વખતે ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા છે. દેશ વિદેશના ફ્લાવર પ્લાન્ટનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે.