ગાંધીનગર : ગાંધીનગરના ગિફ્ટ સિટી કે જ્યાં ડિસેમ્બરમાં રાજ્ય સરકારે હોટેલ્સ અને ક્લબ માટે દારુની છૂટછાટની જાહેરાત કરી હતી. અત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ચાલી રહી છે ત્યારે બે એકમોને દારુ વેચાણની પરવાનગી મળી છે. હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે.
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે તપન રેના જણાવ્યા મુજબ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે.ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર કરાયા હતા. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.
જણાવી દઈએ કે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની શરતોને મંજૂરી મળ્યા બાદ મળેલા પ્રતિસાદને પગલે પ્રવાસન માટે પ્રતિબંધને ખોલવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, પરંતુ દ્વારકાનો શિવરાજપુર બીચ એટલો સુંદર છે કે તે પ્રવાસીઓને ગોવાની મજા તો આપશે જ, સાથે જ સુંદરતામાં માલદીવને પણ ટક્કર આપશે.