25.1 C
Gujarat
Thursday, November 21, 2024

અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે

Share

અંબાજી : ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે. તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ મહત્વની જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓ અને તમામ સમાજના સહયોગથી અને સામાજિક રીતે શ્રદ્ધાળુઓને જોડવાનો નવનીત પ્રયાસ કરાયો છે. જેમાં હવેથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરાશે. આવતીકાલે સોમવારથી અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફત ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે.શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકશે.આવતીકાલે સોમવારથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે.

ઓનલાઇનથી શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા કુરિયર મારફતે મળે તેવી વ્યવસ્થા શરુ કરાશે. ઓનલાઇન પ્રસાદ માટે પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ ઓનલાઇન પ્રસાદ વ્યવસ્થા પ્રયાગિક ધોરણે શરુ કરાશે. યાત્રિકોએ પ્રસાદ માટે પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઇન ચુકવણું કરવાનું રહેશે. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળી જશે.

આ ઉપરાંત રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતીષ્ઠાના પવિત્ર દિવસથી અંબાજી માટે કેટલાક નવા નિર્ણયો લેવાયા છે. અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ શરૂ કરાશે. હાલમાં યાત્રિકો પાસેથી ટોકન દરે રૂપિયા 20 નો દર લેવાય છે. પરંતું આવતીકાલે 22 જાન્યુઆરીથી ભોજનાલયમાં યાત્રિકોને નિઃશુલ્ક ભોજન પીરસાશે.

આ ઉપરાંત અંબાજીમાં પાર્કિંગ સમસ્યા દૂર કરવા નવો નિર્ણય લેવાયો છે. જે મુજબ, અંબાજીમાં મંદિરના પાર્કિંગ પ્લોટ ઉપર ફાસ્ટેગ જેવી સુવિધાથી સંચાલન કરાશે. અંબાજીમાં 1 ફેબ્રુઆરીથી પાર્કિંગ ઓટોમેટિક સિસ્ટમથી કાર્યરત થશે. ફાસ્ટેગ નહિ હોય તેવા એ ડેબિટ કાર્ડ, QR કોડ અથવા UPI સિસ્ટમથી પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles