અમદાવાદ : મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે.અમદાવાદમાં આજથી ડબલ ડેકર AMTS નો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઇ-બસનો પ્રારંભ કરાવ્યો છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી.
અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર ઇ-બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડકી જોવા મળી. આ ડબલ ડેકર ઇ-બસ માટે ખાસ અંડર બ્રિજ, ઓવર બ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે. વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડતી જોવા મળશે.અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે.આ બસમાં એક બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.
બસની વિશેષતાની વાત કરીએ તો, તેમાં યુએસબી ચાર્જ, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે.બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ બસ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને મળશે કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. બસની બીજી વિશેષતાની વાત કરીએ તો, 900 એમ એમ ફલોર હાઇટ, 4750 એમએમ હાઇટ, 9800 એમએમ લંબાઇ, 2600 એમએમ પહોળાઇનો સમાવેશ થાય છે.