ગાંધીનગર : પોલીસ ભરતીને લઈને રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક મહિનાથી આ બાબતે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. જાણો તે નિયમો શું છે….
શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે
100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે
પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ રહેશે
વિષયોમાં પણ ફેર બદલી કરાઈ
ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિના કોર્ષ પ્રમાણે પરીક્ષા લેવાશે
દોડના ગુણ ગણવામાં આવશે નહીં
પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે.