ગાંધીનગર : ગાંધીનગર સચિવાલયમાં અપડાઉન કરતા કર્મચારીઓ અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સચિવાલય માટે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં બસોને લીલીઝંડી અપાઈ હતી.
અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકો માટેની બસ સેવામાં નવી 70 એસ.ટી બસનું લોકાર્પણ વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યું.
એસ.ટી નિગમે છેલ્લા 14 મહિનામાં… pic.twitter.com/mBYdhLn940
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 19, 2024
ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે આજે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય નેતાઓ સહીત વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.સચિવાલયના કર્મચારીઓને દૈનિક ધોરણે અપડાઉન માટે હવે આ નવી બસો મળી રહેશે, જેથી તેમને પરિવહનમાં ખૂબ જ સારી સુવિધા મળશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ રોજ અપડાઉન કરતા હોય છે એવા કર્મચારીઓ માટે હવે અવરજવર કરવી હળવી બનશે.