મહેસાણા : PM નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ₹13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે આજે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. ત્યારે જાણો વાળીનાથ મહાદેવ તીર્થભૂમિના ઈતિહાસ વિશે…
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મહેસાણાના તરભમાં વાળીનાથ ધામમાં મહા શિવલિંગની PMના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ખૂબ જ વિશેષ એવા ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે PMએ પૂજ્ય બળદેવગીરી બાપુને યાદ કર્યા અને સાથે ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી.મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે.મંદિરને જ્ઞાન – વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ગણાવતા PM મોદીએ જણાવ્યું હતું કે મંદિર દેશ-સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર સમાન છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તરભમાં બનેલા વાળીના મંદિરની વિશેષતાઓ જોઈએ તો, સોમનાથ બાદનું ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર છે. જેમાં સ્થાપિત શિવલિંગનું વજન 500 કિલોગ્રામથી વધારે છે. મંદિરમાં બિરાજિત મૂર્તિ મૈત્રક યુગની હોવાની માન્યતા છે..વાળીનાથ ધામ માલધારી સમાજની ગુરુગાદી છે. જેનું નિર્માણ બંસીપહાડપુરના પથ્થર વડે નાગર શૈલીમાં થયું છે. ગુલાબી પથ્થરથી બનેલા મંદિરની ઊંચાઈ 101 ફૂટ છે. તરભનું વાળીનાથ મંદિર એક દાયકાની જહેમત બાદ બન્યું છે. તરભમાં વાળીનાથ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સંબોધન કરતા PM મોદીએ કોંગ્રેસ આકરા પ્રહારો કર્યા.