16.3 C
Gujarat
Tuesday, December 24, 2024

આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર, ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

Share

ગાંધીનગર: PMJAY ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાઈ ગયો છે. રાજ્ય સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી લીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં ખાનગી હોસ્પિટલનું સમાધાન થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલના બાકી નાણાંની શુક્રવાર સુધીમાં ચૂકવણી કરી દેવામાં આવશે. ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલ સંચાલકોને આ વિશે ખાતરી આપી છે. વીમા કંપનીઓ પાસેથી પણ બાંહેધરી લેવામાં આવી છે. હવે ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ સારવાર ચાલુ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાતમાં PMJAY યોજનામા ખાનગી હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે PMJAY પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા, રાજ્યના આરોગ્ય મંત્રી, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી, હેલ્થ કમિશનર, યોજનાના અધિકારી, ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા હોસ્પિટલ એસોસિએશન PEPHAG ના સભ્યો વચ્ચે એક મહત્વની મીટીંગ કરવામાં આવી. આ મિટિંગમાં પેમેન્ટનો પેશન્ટ વાઇઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે અને શુક્રવાર સુધીમાં તેમના બાકી નાણાની ચુકવણી પણ કરી આપવામાં અપાશે,એવી બાહેંધરી અપાતા હવે દરેક ખાનગી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ તા 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન પણ સારવાર ચાલુ રહેશે એવું જાહેર કર્યું છે.

આ મિટિંગમાં IMA ગુજરાતના સેક્રેટરી અને AMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આગળની પોલીસી તથા ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી આ બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ લાવી દરેક દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે એવું જણાવવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles