ગાંધીનગર : અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રી મંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યા છે. આવતીકાલે અયોધ્યા દર્શને જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્ય જશે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતનું મંત્રીમંડળ સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે.તેમની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પણ જશે, આ સાથે ભાજપ પક્ષના દંડક અને ઉપદંડક પણ તેમની સાથે જશે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે જાન્યુઆરીમાં કેબિનેટ બેઠક મળી હતી ત્યારે જ ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો કે, ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો ફેબ્રુઆરી માસમાં અયોધ્યા રામ મંદિર દર્શને જશે. જો કે ફેબ્રુઆરીમાં કોઈ કારણ સર આ શક્ય ન બનતા હવે આવતીકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા જશે તેવું નક્કી કરવામા આવ્યું છે.