અમદાવાદ: આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જ્યારે આજે બપોર બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત નાના કરા પણ પડ્યા હોવાના સમાચાર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે .અમદાવાદમાં નવા વાડજ, રાણીપ, ગોતા,એસજી હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઈટ, મકરબા, બોપલ, સોલામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.કેટલાક વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા યથાવત છે.અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત નાના કરા પણ પડ્યા હોવાના સમાચાર છે.
રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદના કારણે સોસાયટી કે ખુલ્લા પ્લોટ, પાર્ટી પ્લોટમાં જે લોકોએ લગ્નનું આયોજન કર્યુ હતું ત્યાં મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ છે. શહેરમાં એક જગ્યાએ તો લગ્ન મંડપ પણ ધરાશાયી થયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા પરેશાન થયા છે.
એટલું જ નહીં, અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો છે. ગાંધીનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. હાલ ગાંધીનગરમાં ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલો અલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં વરસાદ આવવવાની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, આનંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની આગાહી છે.