36.9 C
Gujarat
Wednesday, October 9, 2024

ગાંધીનગર નજીક કરાઈ કેનાલમાં યુવતીને બચાવવા પડેલા 2 યુવાનોના મોત, યુવતીનો બચાવ

Share

ગાંધીનગર : સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો વિવિધ પેંતરા કરતા રહેતા હોય છે, ઘણી વખત આ પેંતરા જોખમી પણ બનાતા હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગર પાસે આવેલા કરાઈથી પસાર થતી નર્મદા કેનાલમાં બન્યો છે કે જેમાં રીલ બનાવી રહેલી યુવતીનો કેનાલમાં પગ લપસતા તેને બચાવવા જતા અન્ય બે યુવકોના જીવ ગયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગર નજીક કરાઈ નર્મદા કેનાલ પાસે રીલ બનાવતી વખતે યુવતીનો પગ લપસતાં યુવતી કેનાલમાં ખાબકી હતી. આ યુવતીને બચાવવા બે યુવાનો કેનાલમાં કુદ્યા હતા. પરંતુ બંનેને તરતાં ના આવડતું હોવાથી બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે, યુવતીને બચાવી લેવામાં આવી છે, પરંતુ યુવતીની મદદ માટે કેનાલમાં કુદેલા બંને યુવાનોએ જીવ ગુમાવ્યો છે.

આ ઘટનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય યુવાનની શોધખોળ શરૂ છે. 10 માર્ચે આ ઘટના બની હતી. ત્યારે સતત બે દિવસથી યુવાનના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે છતાં મૃતદેહ મળ્યો નથી. બે મૃતકોમાંથી એક યુવાન ગીર સોમનાથનો વતની હોવાની માહિતી મળી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles