અમદાવાદ : અમદાવાદ શહેરના સૌથી જૂના સ્ટેડિયમ તરીકે સરદાર પટેલ સ્ટેડીયમની ગણના થાય છે એવા આ સ્ટેડીયમને બંધ કરવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સ્ટ્રક્ચર રિપોર્ટ અનસેફ આવતા સ્ટેડીયમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રીનોવેશન માટે વિચારણા કરવામાં આવશે.
આગામી સમયમાં રીનોવેશન માટે વિચારણા – સ્ટેડિયમ હાલ કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે. માત્ર રમત ગમત માટે જ ઉપયોગી કરી શકાશે. તે માટે સ્ટેડિયમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં રીનોવેશન માટે વિચારણા કરવામાં આવશે.