Wednesday, April 29, 2026

અમદાવાદની આ 4 સ્ટાર હોટલ સામે મોટી કાર્યવાહી, સૂપમાંથી જીવાત નીકળતા AMC દ્વારા કિચન કરાયું સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અત્યાર સુધી ઘણી રેસ્ટોરન્ટ અને હોટેલમાં આપવામાં આવતા ભોજનમાંથી જીવાતો નિકળવાની ઘટનાઓ બની છે.અમદાવાદ કોર્પોરેશનના (AMC) હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે.શહેરના ઘણા એકમો સામે કોર્પોરેશન દંડ કરતા હોય છે.આવી જ એક ઘટના અમદાવાદની એક મોટી હોટેલમાં સામે આવી છે.ઉસ્માનપુરમાં આવેલા ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટલના કિચન સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સીલ મારવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ એક ગ્રાહક તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે ગયા હતા,આ ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો હતો.જ્યાં આ ગ્રાહકના સૂપમાંથી જીવાત નીકળી હતી. જે અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.ઓનલાઇન ફરિયાદનો નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો.હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હોવાથી કિચન સીલ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે,અમારી ટીમ દ્વારા કિચનમાં કોઇપણ પ્રકાર નો ખાદ્ય પદાર્થ ન બનાવવા ક્લોઝર નોટિસ આપી બંધ કરાવ્યું છે. કિચનમાં પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવી અને તેમની પાસેથી વહીવટી ચાર્જ લીધા બાદ જ કિચન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

AMC એ અન્ય એકમોને પણ ચેતવણી આપતા કહ્યું કે આવનારા ગરમીના દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ઠંડાપીણા, પેકે ડ્રિન્કીંગ વોટર, આઇસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, શરબત વિગેરેના ધંધા સાથે સંકળાયેલા એકમોની સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ ચેકીંગ કરવામાં આવશે અને ચેકીગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ /બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...