અમદાવાદ : અમદાવાદની SVP હોસ્પિટલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ હડતાળ પર ઉતરી ગયા છે. વિગતો મુજબ જૂની કંપનીના કર્મચારીઓને જાણ કર્યા વગર જ નવી કંપનીમાં બદલી કરવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યા છે. આ સાથે કોરોનાકાળમાં પણ કર્મચારીઓએ ફરજ બજાવી અને ભોગ આપ્યો હોવાનું કહી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈકર્મીઓ માટે સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત સફાઈકર્મીના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને સફાઈકર્મીના 150થી વધુ કર્મચારીઓ આજે 4 એપ્રિલની સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લવાની હડતાલ પર ઉતર્યા છે.જેને લઈ આજે આ સફાઈકર્મીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.આ સાથે કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી હતી.
અમદાવાદની SVP હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વાત જાણે એમ છે કે, અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે. જોકે જાણ કર્યા વગર કે નોટિસ વગર જ કોન્ટ્રાકટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાની જાણ ના કરી હોવાથી કર્મીઓએ હડતાલ પાડી કામથી અળગા રહ્યા છે.