રાજકોટ : રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ કરવામા આવી રહી છે ત્યારે સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે. રૂપાલાએ નવા જુસ્સા સાથે આજે ચૂંટણીના પ્રચાર શરૂ કર્યાં છે.
પ્રાપ્ત વિગતો મુજબ રુપાલા આજે સવારે ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. રુપાલાએ આશાપુરા માતાના દર્શન કરીને ચુંદડી ચઢાવીને પ્રસાદ ધર્યો હતો. જે બાદ મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો છે. અમીન માર્ગ પર પરશોત્તમ રૂપાલાએ ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા અને ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતી.
રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલા આપેલા વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થવાનું ના નથી લઈ રહ્યો. ઠેર ઠેર રુપાલનો વિરોધ કરવામા આવી રહ્યો છે. આ સાથે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાનો વિરોદ કરવામા આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે ત્યારે દિલ્હીથી પરત ફર્યા બાદ આજે તેમને ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે.
મહત્વનું છે કે, બે દિવસ પહેલા કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આશાપુરા મંદિરે માતાજીના દર્શન કરી રૂપાલાને હરાવવા માટે શપથ લીધા હતા તેમજ કરણી સેનાના વડીલો અને યુવાનોએ રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવાં શપથ લીધા હતા.