અમદાવાદ : કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અને રણનીતિ સહિત અનેક કમિટીઓની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. મુકુલ વાસનિક સ્ટ્રેટજી કમિટીના ચેયરમેન બન્યા છે. કેમ્પેઈન કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોરને ઈલેક્શન મેનેજમેંટ કમિટીના ચેરમેન બનાવાયા છે.
माननीय कांग्रेस अध्यक्ष @kharge जी द्वारा आगामी लोकसभा चुनाव के लिए गुजरात प्रदेश कांग्रेस कमेटी की विभिन्न समितिया गठन की pic.twitter.com/NnGvlEUJnq
— Gujarat Congress (@INCGujarat) April 6, 2024
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે કેમ્પેઈન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી, લિગલ કમિટી, પ્રોટોકોલ કમિટીની જાહેરાત કરાઈ છે.
કમિટી | ચેરમેન | કન્વિનર |
કેમ્પેઈન કમિટી | સિદ્ધાર્થ પટેલ | ઈન્દ્રવિજયસિંહ ગોહિલ |
સ્ટ્રેટેજી કમિટી | મુકુલ વાસનિક | – |
ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી | જગદીશ ઠાકોર | શૈલેષ પરમાર |
પબ્લિસિટી કમિટી | ગૌરવ પંડ્યા | નિલેશ પટેલ |
પ્રોગ્રામ ઈમ્પલિનેન્ટેશન કમિટી | લાલજીભાઈ દેસાઈ | અમીબેન યાજ્ઞિક |
મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી | ડો. મનીષ દોશી | હિમાંશુ પટેલ |
લિગલ કો-ઓર્ડિનેટર | બાબુભાઈ માંગુકિયા | યોગેશભાઈ રવાની |
પ્રોટોકોલ કમિટી |
કો- ઓર્ડિનેટર | કો-કોઓર્ડિનેટર |
નીતિશભાઈ વ્યાસ | મોહનસિંઘ વ્યાસ |