36.2 C
Gujarat
Sunday, June 15, 2025

પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, ધોરણ-12/કોલેજના અંતિમ વર્ષવાળા વિદ્યાર્થીઓ પણ કરી શકશે અરજી

Share

ગાંધીનગર : ગુજરાતમાં પોલીસ અને LRD ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઓજસ પર પોલીસ ભરતી માટે અરજી થઈ રહી છે. અત્યાર સુધી 1.55 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. કુલ 1.18 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. તેમણે કહ્યું કે 10 લાખ જેટલી અરજીઓ થવાની સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યુ કે રાજ્યમાં પોલીસ વિભાગના 12473 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 1.55 લાખ અરજીઓ આવી છે. ભરતી બોર્ડના ચેરમેને કહ્યું કે જો આ ઝડપે ફોર્મ ભરાય તો 7.5 લાખ અરજીઓ આવી શકે છે. તેમણે કહ્યું કે આશરે 10 લાખ જેટલી અરજી થવી જોઈએ. હસમુખ પટેલે ઉમેદવારોને વહેલી તકે અરજી કરવાની પણ વિનંતી કરી હતી.

હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પરથી મદદ માંગી શકે છે. આ હેલ્પલાઈન નંબર 81608 80331, 81608 53877 છે. જો તમે પણ પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો ઓજસ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles