અમદાવાદ : અમદાવાદના ખાનગી બસ સંચાલકોને કોર્ટનો ઝાટકો લાગ્યો છે. ખાનગી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેમજ સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં સવારનાં 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં મળી શકે. કારણ કે, ખાનગી લકઝરી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે. ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ ધંધા-રોજગારના અધિકાર અને RTO ના નિયમોને ટાંકીને સરકારનાં જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સાથે ટ્રાવેલ્સ એજન્સીઓએ સાલ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટમાં કરી હતી. જો કે, હાઈકોર્ટની ખંડપીઠે આ અપીલને ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ બેન્ચે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું. અને ખાનગી ટ્રાવેલ્સની અરજી ફગાવી દીધી હતી. વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર ખાનગી બસ કે લકઝરી બસને 24 કલાકની મંજૂરી અપાઈ હતી. એ રૂટ પર મંજૂરી યથાવત રાખવા માટેની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે ખાનગી લક્ઝરી સંચાલકોની અપીલને હાઈકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે.
કોર્ટે સવાલ કર્યો હતો કે છેલ્લા 18 વર્ષમાં શું કોઈ સ્થિતિ બદલાઈ નથી. કોર્ટે જણાવ્યું હતું કે તે સમયે શહેરમાં વાહનોની જંગી ફોજ ન હતી, તેથી લક્ઝરી બેરોકટોક આવે ત્યારે તે સમયે કોઈને વાંધો ન હતો. હવે શહેરમાં દ્વિચક્રી વાહનોનો કાફલો છે. આ સંજોગોમાં કમસેકમ ઓફિસ ટાઇમમાં તો મોટા અને ભારે વાહનો ચલાવવા શક્ય નથી. તેના લીધે અકસ્માત પણ વધ્યા છે.