34.6 C
Gujarat
Sunday, March 16, 2025

વિધાર્થીઓ આનંદો ! હવે બોર્ડના વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે

Share

ગાંધીનગર : ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ, ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન ગુજરાત બોર્ડ કરી રહ્યું છે. સાથે જ પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી આટોપી લેવાય તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.જોકે હજુ સુધી પરીક્ષાની તારીખ સામે આવી નથી.હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની અગાઉ જેમ પૂરક પરીક્ષા લેવાતી હતી, તે મુજબ આ વખતે સમય કરતા વહેલા પરીક્ષા લેવાનું આયોજન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી-એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવી હોય તો પણ તે આપી શકે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંનેમાંથી જે વધુ માર્ક્સ હોય તે એને ગણતરીમાં લેવાય તે પ્રકારનું બોર્ડના ઠરાવમાં જણાવ્યું છે. એટલે પૂરક પરીક્ષા સ્વરૂતે તેને આખી પરીક્ષા આપવી હોય તો પણ આપી શકે છે.

ACPCની જે આખી એડમિશન પ્રક્રિયા હોય છે એમાં આ જે વધુ માર્ક્સ હોય અથવા તેને જે ગણવા હોય તે પ્રકારનું પણ આગામી સમયનું આયોજન છે. વધુમાં ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષયો સુધીની છૂટ આપી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles