અમદાવાદ: શહેરના ગુજરાત કોલેજ પાસેના મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયરની ટીમ અને અધિકારીઓ દ્વારા એક કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે.સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ આગને કારણે 80 વર્ષના વૃદ્ધને ફર્સ્ટ એડ આપીને સારવાર આપવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરની ગુજરાત કોલેજના વિસ્તારમાં આવેલા મધુવન ફ્લેટમાં ચૌથા મળે આજે સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, એક કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. ફાયરની ટીમ અને અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં લાગ્યા છે. આ ફ્લેટમાં લાગેલી આગ અને તેના ધૂમાડામાંથી ફાયર બ્રિગેડે 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે.આ ફ્લેટ કોમર્શિયલ છે. આજે સોમવાર હતો, જેના કારણે અહીં મોટા પ્રમાણમાં લોકો કામ કરી રહ્યા હતા. હાલ પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હજી આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલના રિપોર્ટની રાહ જોવી પડશે.
શહેરમાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના બોપલ વિસ્તારના જાણીતા TRP મોલમાં પણ ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રે લગભગ 11 પછી આ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવ વિશે માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. બોપલના ટીઆરપી મોલમાં ભયંક આગ લાગવાની ઘટના શનિવારે રાતના સમયે બની હતી. આ આગની ઘટના મલમાં આવેલા ગેમિંગ ઝોનમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગનો ધૂમાડો 1થી 2 કિલોમીટર અંતરેથી દેખાઈ રહ્યો હતો.