રાજકોટ : ચારેય તરફ ક્ષત્રિયોના વિરોધ બાદ PM મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન શાંત થયું છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. આજે રાજકોટના રણજીત વિલાસ ખાતે રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં BJPને સમર્થન જાહેર કરાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ચિંતન શિબિર મળી હતી. રાજકોટના પૂર્વ રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીતવિલાસ પેલેસ ખાતે આયોજિત આ બેઠકને ‘રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને સવારના 8:45એ તે શરૂ થઈ હતી.આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે બેઠકમાં હાજર 15 રાજવીઓ ઉપરાંત બાકીના રાજવીઓએ પોતાનો પત્ર લખીને આ નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે. આમ ગુજરાતના 45 રાજવીઓએ એકીસૂરે PM મોદી અને BJPને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે.