28 C
Gujarat
Wednesday, November 6, 2024

માઈ ભક્તો માટે મહત્વના સમાચાર, આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન

Share

અંબાજી: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના (Akshay Tritiya) દિવસથી અંબાજી મંદિરમાં (Ambaji Temple) મા અંબાની આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવનાર છે. હાલ તો સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા હવે મધ્યાહનની આરતીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોને સગવડતા માટે નિજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમાં મધ્યાહનની આરતીનો ઉમેરો કરવામાં આવશે.હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય વસ્ત્ર અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતું, તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં ત્રણે સમય માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી શકશે.

મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા જણાવ્યું હતું કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય વસ્ત્ર અને શણગાર બદલાતા હોવાથી હવે આરતી પણ ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યાવસ્થા, બપોરે યૌવનાવસ્થા અને સાંજે પ્રૌઢાવસ્થાના દર્શન કરશે.

જોકે અંબાજી મંદિરમાં આ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 10/05/2024 થી 06/07/2024 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહી તેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી તેવુ અંબાજી મંદિર તરફથી કહેવામાં આવ્યું છે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય

સવારે આરતી 7.00 થી 7.30
સવારે દર્શન 7.30 થી 10.45
બપોરે આરતી 12.30 થી 1.00
બપોરે દર્શન 1.00 થી 4.30
સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને
સાંજે દર્શન 7.30 થી રાત્રી ના 9.00 સુધી ખુલ્લા રહેશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles