ગાંધીનગર : રાજ્યના ધોરણ 10ના નાપાસ થયેલા વિધાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જૂલાઈમાં શરૂ થનારી ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજથી ભરવાના શરૂ થઈ ગયા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તમે બોર્ડની વેબસાઇટ પરથી પૂરક પરીક્ષાનું ફૉર્મ ભરી શકો છો. સાથે જ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. ફૉર્મ બાબતે એક મહત્વપૂર્ણ બાબત એ કે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરી દેવાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યમાં જુલાઈ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. આગામી 22 મેના સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.જોકે પૂરક પરીક્ષા માટે શાળાઓએ જ ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઇન ભરાશે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. તેમજ કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જે વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં જે વિધાર્થી એક વિષયમાં નપાસ હશે તો 145 રૂપિયા બે વિષયમાં નાપાસો તો 235 અને ત્રણ વિષયમાં નાપાસ હશે તો 265 રૂપિયા ફી ભરવી પડશે.ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માટે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉપરોક્ત વેબસાઈટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો..