રાજકોટ : રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 24 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. આગ એટલી વિકરાળ હદે ફેલાઈ હતી કે હવે એ માતાપિતા એમના બાળકોના મૃતદેહને પણ ઓળખી નહીં શકે. આગની આ ઘટનામાં માત્ર ગેમઝોનના માલિક જ નહીં તંત્રની પણ સૌથી મોટી બેદરકારી સામે આવી છે. TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ ન હતી.
ત્યારે ફાયર NOC વિના આ ગેમઝોન કોની રહેમનજરથી ધમધમી રહ્યુ હતુ! માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો. જે નિર્દોષ માસૂમો જે બે ઘડીની મજા માણવા માટે ગેમઝોનમાં ગયા હતા તેમને ક્યા ખબર હતી નઘરોળ તંત્રના પાપે તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે.
તંત્રની બેદરકારીની હદ તો એ છે કે ગેમઝોનમાં રહેલા ફાયર સેફ્ટીમા સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથીઆ ગેમઝોન ધમધમે છે અને NOC બાબતે હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ કરાઈ નહોંતી. ત્યારે સવાલ એ પણ છે આજ સુધી તંત્ર દ્વારા પણ કેમ એ બાબતે ચેકિંગ હાથ ધરવામાં ન આવ્યુ ? ક્યા મોટા માથાની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યુ હતુ તે પણ મોટો સવાલ છે ?
રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 12 બાળકો સહિત 24 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.