અમદાવાદ : સામાન્ય સંજોગોમાં પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ તેમના માટેની માન્યતા શહેરીજનો માટે કડક વલણ અને નિયમોનું ફરજીયાત પાલન કરાવવાની હોય છે પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી ગાંધીગીરી જોવા મળી છે.કાળઝાળ ગરમીમાં મીઠાઈ તેમજ ગુલાબ જાબુ ખવડાવીને ટ્રાફિકના નિયમો યાદ કરાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ JCP ટ્રાફિક મયંકસિંહ ચાવડા અને DCP કક્ષાના અધિકારીઓએ ખાનગી NGOની મદદથી રોંગ સાઈડથી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી ગુલાબજાબુ ખવડાવી નિયમોનું ભાન કરાવ્યું હતું અને. બીજી વાર રોંગ સાઈડ વાહન નહિ ચલાવવા ચેતવ્યા હતા.
પોલીસનું માનવું છે કે આગામી સમયમાં પણ સીટ બેલ્ટ નહીં બાંધનાર, સિગ્નલ ભંગ સહિતના ટ્રાફિક નિયમના ભંગ માટે પણ ગાંધીગીરી મારફતે લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરાવવામાં આવશે.