અમદાવાદ : તારીખ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના અંતર્ગત ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં હમેશાંની જેમ આ દિવસની ઉજવણી વૈવિધ્યસભર રીતે કરવામાં આવી હતી. નાના બાળકો તેમજ મોટા બાળકો અને શિક્ષકોએ મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં ધો-11 અને ધો-12 ના કુલ 350 થી વધુ વિધાર્થીઓ દ્વારા શાળા કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યોગ એક્સપર્ટ શ્રી ઋષિરાજ જયસ્વાલ (ઋષિરાજ ફાઉન્ડેશન) અને તેઓની ટીમ દ્વારા સતત 90 મિનિટ સૂર્યનમસ્કાર, યોગા, પ્રાણાયામ, ઓમકાર, એરોબિક વગેરે દ્વારા શાળાની વિધાર્થિનીઓને સંપૂર્ણ પ્રેક્ટિકલ અભ્યાસ કરાવ્યો હતો.
યોગ દિવસની ઉજવણી પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા યોગ કેમ કરવો જોઈએ તેના વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે જ્ઞાનદા ગર્લ્સ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.