અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે.
હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.