અમદાવાદ : 2017થી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને રમતમાં કૌવત બતાવનારા નીલ લીલાધર ચાંદેકર અને માહીન યશવંતભાઈ પટેલને ફૂટબોલની સ્થાનિક કક્ષાથી લઇ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપીને ફૂટબોલની રમતમાં તેઓએ મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે કુશળતા કેળવી શકે તેવા હેતુસર રાજ્યના DGPના હસ્તે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી અનુક્રમે રૂ.2 લાખ અને રૂ.1 લાખની ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી હતી.
રમત ગમતને સમર્પણ આપનાર આજનું એક સામાન્ય બાળક તેના જીવનમાં તે રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ખેવના કરે, તો તેના માતા પિતાનો તેની પાછળ અપાયેલ સમયનો ભોગ, તે બાળક જે સંસ્થામાં ભણે છે તેનો સહકાર અને તેને તે રમત માટે તૈયાર કરનાર એકેડમીને બિરદાવવી પડે.આવો જ એક જીવંત દાખલો એટલે નીલ લીલાધર ચાંદેકર, જેના પિતા હાલ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરજ બજાવે છે..
અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં અભ્યાસ કરીને સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીમાં મયંક સેલર નાઓના કોચિંગ હેઠળ ફૂટબોલની ની તાલીમ લેનાર નીલ છેલ્લા 7 વર્ષથી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને સાધી રહ્યો છે. 2023માં બંગાળમાં રમાયેલ ‘સબ જુનિયર બોયસ નેશનલ ફૂટબોલ ચેમ્પિયન શીપ’ માં નીલે ગુજરાતની ટીમનો હિસ્સો બનીને ઉલ્લેખનીય પર્ફોર્મન્સ આપેલ છે. આ સિવાય ગયા જ વર્ષે ઝારખંડમાં રમાયેલ 67 મી નેશનલ ગેમ્સ 2023-24 ફૂટબોલ boys U-14 માં પણ નીલે ગુજરાતની ટીમને વિશેષ યોગદાન આપેલ છે.
બાળકની આવી લગન અને રમત જોઈને ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના વડા વિકાસ સહાયજીએ પોલીસ વેલ્ફેર ફંડમાંથી તેજસ્વી રમતવીરો નીલ ચાંદેકરને ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ અંતર્ગત રૂ.2 લાખ તથા માહીન યશવંતભાઈ પટેલને રૂ.1 લાખ રૂપિયાના ચેક આપી એક ઉત્કૃષ્ટ પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું. આ નાણાંકીય સહાય ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે, નીલ અને માહિનના પિતાએ જણાવ્યું હતું કે, આ સ્કોલરશીપ હેઠળની નાણાંકીય સહાયતા નીલ અને માહિનને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે.
નીલ અને માહિન જેવા બાળકો આજના તેમની ઉમરના બાળકો માટે આઇડલ સમાન છે.કદાચ એમને અનુસરીને પણ ફૂટબોલ જેવી રમતને ઉત્કૃષ્ટ ખેલાડી મળશે અને આવા ઉજ્જવળ ભાવિ માટે પ્રયાસ કરનાર ખેલાડીને ફૂટબોલની રમતનો ખોળો..