34.1 C
Gujarat
Wednesday, March 19, 2025

સૌથી મોટી ખુશખબર; 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી, આ વર્ષોની ટેટની તમામ પરીક્ષા માન્ય

Share

ગાંધીનગર : TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ ભરતીને મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં 12માં(ડિસેમ્બર)મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. 2011થી 2023 સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. 29-4-23ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles