અમદાવાદ : કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 28મીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે.
ગાંધીનગરમાં આયોજીત આ સંમેલનમાં પીએમ મોદી સંબોધન કરવાના છે.તો 29 મી એ અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિત શાહ ભૂમિ પૂજન કરવાના છે.જે બાદ અમિત શાહ ખેડામાં ગૃહ વિભાગના એક કાર્યક્રમમાં હાજરી આપશે.આ સમયે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે રહેશે.તો ગોધરા ખાતે પંચમહાલ ડેરીના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે.