Friday, March 27, 2026

વસ્ત્રાલમાં કપિરાજના આતંકથી બચવા માટે સ્થાનિકોએ લીધું હનુમાનજીનું શરણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન બોલાવી છે. નોંધનીય છે કે, ઘણા સમયથી કપિરાજ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. જેથી કપિરાજના આતંકની કંટાળીને લોકોએ રામધૂનનું આયોજન કર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજના આતંકને લઈને સ્થાનિકોએ હનુમાનજીની શરણે જવાનું પસંદ કર્યું છે. અખંડ રામધૂન બોલાવી હનુમાનજીને રિઝવી અને કપિરાજના આતંકથી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.ન્યુ વસ્ત્રાલમાં શ્રી હનુમાન દાદાને રીઝવવા માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુ વસ્ત્રાલની દરેક સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌ લોકોની મનોકામના આ રામધૂન થકી પૂર્ણ થાય અને કપિરાજનો આતંક શાંત થાય.

છેલ્લા એક મહિનાથી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં કપિરાજે આતંક મચાવ્યો છે નાના બાળકોને બચકા ભરી લેવા અને લોકો ને ઇજાગ્રસ્ત કરવા જેવી અનેક ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાય સમયથી ફોરેસ્ટ વિભાગ પણ કપિરાજને પકડી પાડવા સક્રિય બન્યું છે અત્યાર સુધીમાં ચાર કપિરાજ પકડાયા છે પરંતુ તેમ છતાં આતંક ઓછો થયો નથી. જેના કારણે ઘરથી બહાર નીકળતા પણ લોકો ડરે છે.

મહત્વનું છે કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, કપિરાજ ટોળામાં મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આવી પહોંચે છે અને ધમાલ મચાવે છે. પરિણામે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેના કારણે ઘરથી બહાર નીકળતા પણ લોકો ડરે છે. ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થયું છે ચાર કપીરાજને પકડી લીધા છે પરંતુ તેમ છતાં હજી ટોળા અહીં આવે છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે લોકોએ હનુમાનજીની શરણે જવાનું પસંદ કર્યું છે. અખંડ રામધૂન બોલાવી હનુમાનજીને રિઝવી અને કપિરાજના આતંકથી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...