23.7 C
Gujarat
Tuesday, December 3, 2024

મેટ્રો રેલની કામગીરીને લઈને ગાંધીનગરમાં આ રોડ એક મહિના માટે બંધ કરાયા

Share

ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. સેક્ટર-2 સુધી તો મેટ્રોની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે બાકી રહેલા આગળના રૃટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૃપે શહેરના મુખ્ય એવા ચ માર્ગ ઉપર મેટ્રો રેલનો વળાંક બની રહ્યો છે જે માટે છ ચ-3 જંકશન અને એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ચો ચ-2થી ચ-3 સુધી અને ચ-3થી ચ-2 સુધીનો માર્ગ આગામી 17 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને સચિવાલય વિધાનસભા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં સેક્ટર 7-8ના કટથી સેક્ટર-7 માં પ્રવેશ કરીને ઘ- માર્ગ પકડવાનો રહેશે જ્યારે સચિવાલય તરફથી આવતા વાહનોને સેક્ટર 11 માં થઈને ગ માર્ક પકડવાનો રહેશે આ ઉપરાંત જ માર્ગનો પણ કર્મચારીઓ દ્વારા ઉપયોગ કરી કરી શકાશે. બીજી બાજુ જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિક માર્શલ ઊભા રાખવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles