ગાંધીનગર : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં ભારે વરસાદ અને આગાહીને પગલે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે જેમાં રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.