અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે અને ઘણા દિવસથી ભાજપમાં જોડાવા અંગે અલગ અલગ અટકળો ચાલી રહી હતી. ત્યારે અહેવાલો મુજબ પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે અને તમામ અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ 2 જૂને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.
મહત્વનું છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી અને હવે શુ નવાજૂની કરશે તેના પર સૌની નજર મંડરાયેલી હતી. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ 2 જૂને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.બીજી બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે.