ગાંધીનગર: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈને એક પરિપત્ર જાહેર કરાયો છે. જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા બાબતે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લઈ નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે. આરોગ્ય વિભાગના આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે.જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે.
આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે, તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે. જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકશે. સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં. જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે.