અમદાવાદ : કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત સહીત અમદાવાદમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે શહેરના નવા વાડજ વોર્ડમાં આજે સાંજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રા નવા વાડજ વોર્ડમાં પરબડીવાસથી શરૂ થઇ શાકમાર્કેટ થઈને અખબારનગર સર્કલ સુધી યોજી હાથમાં પ્લે કાર્ડ સાથે મોંઘવારીને લઈને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા.
નવા વાડજ વોર્ડમાં યોજાયેલ આ પદયાત્રામાં મહિલાઓ સહીત મોટી સંખ્યામાં સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતાં. આ રેલીમાં હાથમાં વિવિધ પ્લે કાર્ડ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, બિરેનભાઈ પટેલ (કાર્યકારી પ્રમુખ, નવા વાડજ વોર્ડ), વીણાબેન નેહરા (મહિલા પ્રમુખ, નવા વાડજ વોર્ડ), ચિરાગ ખટીક (અમદાવાદ શહેર મહામંત્રી, યુથ કોંગ્રેસ) સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.