અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે હવે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરને સોનાના મુગટનું દાન મળ્યું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર છે ત્યારે ભક્તો દ્વારા સોનાનું દાનનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે.118.75 ગ્રામ આ મુકટનું વચન છે જેની કિમંત રૂપિયા 5 લાખ 52 હજાર છે. માં અંબાના અમદાવાદના ભક્તે સોનાના મુગટનું દાન કર્યું છે.
યાત્રાધામ અંબાજીમાં અનેક ભક્તો દરરોજ માતાજીના દર્શન કરવા આવે છે. જેમાંથી કેટલાય ભક્તો માતાજીને અનેક વસ્તુઓ દાનમાં આપે છે. ત્યારે અમદાવાદના એક માઈભક્તે માતાજીને સોનાનો મુગટ દાન કર્યો હતો. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દાનની સરવણી અવીરત ચાલું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર જોવા મળી રહ્યું છે.
માઈભકતો દ્વારા સોનાના દાનનો અવિરત પ્રવાહ ચાલું રાખવામાં આવ્યો છે. જેમાં આજે અંબાજી મંદિરને એક ભક્ત દ્વારા સોનાનો મુગટ દાનમાં આપવામાં આવ્યો છે. અમદાવાદના માઇ ભક્તે 5.18 લાખની કિંમતનું 118.75 ગ્રામ જેટલા સોનાનું મુગટનું દાન કર્યુ હતું. અંબાજી મંદિરમાં અનેક માઈભક્તો સોનાનું દાન કરી રહ્યા છે.