અંબાજી : દિવાળીના પર્વના દિવસોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષથી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામોમાં યાત્રિકોનો ઘસારો ઉમટી પડશે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે, ત્યારે અંબાજી મંદિરનું શિખર ઝાકમજોળ રોશની થી ઝળહળી ઉઠશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.
બે નવેમ્બર 2024ના શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચારનો રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાતનો રહેશે તથા સાંજે દર્શનનો સમય સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.
તેના પછી ત્રીજી નવેમ્બર 2024ના રવિવારના રોજ કારતક સુદ બીજથી 6 નવેમ્બર 2024 સુધી કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર સુધીના રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.
આ સિવાય 7 નવેમ્બર 2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો રહેશે.
બેસતા વર્ષ 02/11/2024 સવારે આરતી 06.00 થી 06.30
દર્શન 06.30 થી 11.30
બપોરે અન્નકુટ દર્શન 12.30 થી 4.30
ત્રીજ થી આરતી સવારે 6.30 થી 7.00
દર્શન 07.00 થી 11.30
સાંજે આરતી 6.30 થી 7.00
સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી