18.5 C
Gujarat
Friday, November 22, 2024

આજે PM મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત આવશે; દિવાળી પર આપશે મોટી ભેટ, સમગ્ર કાર્યક્રમની અપડેટ જાણો

Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતને દિવાળી દરમિયાન કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપવાના છે. સાંજે 6 વાગ્યે તેઓ 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરવાના છે. PM દિવાળીના દિવસે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

PM નરેન્દ્ર મોદી આજે સાંજે 5.30 વાગ્યે એકતા નગરમાં 280 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને પ્રદેશમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે.આ પછી PM મોદી સાંજે 6 વાગ્યે 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99મા કોમન ફાઉન્ડેશન કોર્સ આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે.

PM મોદી દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. PM મોદી એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડ નિહાળશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ સામેલ હશે. અમારા એરમેન પણ આ કાર્યક્રમમાં ફ્લાયપાસ્ટ કરશે. આર્મી ઉપરાંત શાળાના બાળકો પણ વારા પાઇપ બેન્ડ શો કરશે. PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં પણ PM મોદીના કાર્યક્રમો યોજાશે ત્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

બે દિવસ પહેલા પણ PM મોદી ગુજરાતમાં હતા. PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતુ. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles