અમદાવાદ : દેશભરમાં કોલ્ડપ્લેનું નામ ચર્ચાઈ રહ્યું છે.કોલ્ડપ્લેએ તેમના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે સપ્ટેમબર મહિનામાં મુંબઈમાં ત્રણ શૉ યોજાયા હતા. તે સમયે અમદાવાદમાં કોન્સર્ટની અફવા પણ ઉડી હતી, જે હવે સાચી પડી છે. આ બ્રિટીશ રોક બેન્ડે અમદાવાદમાં તેના ચોથા શૉની જાહેરાત કરી છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે. કોલ્ડપ્લે શૉની ટિકિટો 16 નવેમ્બરે રાત્રે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે.
મીડિયા રિપોર્ટ મુજબ, તારીખની જાહેરાત કરતા કોલ્ડપ્લેના અધિકૃત ઈન્ટાગ્રામ એકાઉન્ટે કેપ્શનની સાથે એક શાનદાર વીડિયો પણ શેર કર્યો. જેમાં લખ્યું હતું કે 2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.
કોલ્ડપ્લે એ બ્રિટિશ પોપ રોક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.શોની ટિકિટ 16 નવેમ્બર 2024ના રોજ BookMyShow પર લાઈવ થઈ જશે.
લગભગ 9 વર્ષ બાદ આ બેન્ડ ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા લોકોમાં ટિકિટ માટે પડાપડી કરી રહ્યા. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેના ભાગ રૂપે 18 અને 19 જાન્યુઆરીએ આ બેન્ડ મુંબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. પરંતુ લોકોની ટિકિટમાં ડિમાન્ડ વધતા 21મી જાન્યુઆરીએ પણ શૉ યોજવામાં આવશે. તેમજ હવે 25 જાન્યુઆરી અમદાવાદમાં પણ કોન્સર્ટ કરવામાં આવશે.
ટિકિટ માટે લોકોની પડાપડી
કોલ્ડપ્લે બેન્ડના શૉની શરૂઆતમાં ટિકિટની કિંમત રૂ. 2,500થી રૂ. 12,500ની વચ્ચે રહેશે. જેમાં – અપર સ્ટેન્ડની ટિકિટ રૂ. 2,500 થી લઈને રૂ. 6,500
– લોઅર સ્ટેન્ડની ટિકિટ રૂ. 3,000 થી લઈને રૂ. 9,500
– સ્ટેન્ડિંગ ફ્લોરની ટિકિટ રૂ. 6,450
– સાઉથ પ્રીમિયમની ટિકિટ રૂ.12,500 રહેશે.