અમદાવાદ: અમદાવાદ મેટ્રોની મુસાફરી કરતાં લોકો માટે મહત્વના સમાચાર છે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ સુદ્ધિ મેટ્રો મેટ્રો ટ્રેન સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. આ રવિવારથી વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન હવે થલતેજ ગામ સુધી દોડશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હઅમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થતા નોકરીએ જતા લોકોને રાહત થવા પામી છે. ત્યારે હવે આગામી તા. 8 ડિસેમ્બરથી મેટ્રોનાં મુસાફરો થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે. 8 ડિસેમ્બરથી થલતેજ ગામ મેટ્રો સ્ટેશન પર પહેલી મેટ્રો ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે. અત્યાર સુધી માત્ર થલતેજ સ્ટેશન સુધી જ જઈ શકાતું હતું. હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની મેટ્રો સેવામાં નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલ પાર્ક, એપરલ પાર્ક ડિપો, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિ., ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને હવે થલતેજ ગામ સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટ સુધી દોડતી થશે.
સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે. કેમ કે અમદાવાદ 2036માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે.
શહેરીજનો મેટ્રો સેવાનો લાભ લેતા થાય તે માટે મેટ્રો સેવાને વધુને વધુ સુલભ બવવવામાં આવી રહી છે. ઉતર દક્ષિણ કોરિડોરનું પણ વિસ્તરણ કટરવામાં આવ્યું છે. APMCથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી કરી દેવામાં આવી છે. ગુજરાત નેશનલ લો કોલેજથી ગિફ્ટ સિટી સુધી પણ મેટ્રો ટ્રેનનો લાભ મળી રહ્યો છે. હવે મેટ્રોના આગામી પ્રોજેક્ટમાં સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનને લંબાવવાની કામગીરી ચાલી રહી છે.